ભાજપમાં મુકેશ દલાલ પહેલા બિનહરીફ સાંસદ બન્યા

0
111

સુરત

અત્યારસુધીમાં કોંગ્રેસના 20 સાંસદ બિનહરીફ થઈ ચૂક્યા છે. નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટી બે-બે સાંસદ સાથે બીજા નંબર પર છે. માત્ર એક જ વાર અપક્ષ બિનહરીફ થયો છે. આ યાદીમાં મુકેશ દલાલ ભાજપના પહેલા બિનહરીફ સાંસદ બન્યા છે, જ્યારે સિક્કિમ અને શ્રીનગર સીટ પરથી એક સાંસદ એકથી વધુ વાર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. બિનહરીફ ચૂંટાયેલા જાણીતા સાંસદોમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વાય.બી. ચવ્હાણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, નાગાલેન્ડના પૂર્વ મુખ્યમંત્રી એસસી જમીરસ, ઓડિશાના પહેલા મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતાબ, તામિલનાડુના તિરુચેંદુરથી બંધારણ સભાના પૂર્વ સભ્ય ટીટી કૃષ્ણમાચારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીએમ સઈદ અને કે.એલ. રાવનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here