દસ્તાવેજ અને નોટરી સહિત તમામ સ્ક્રિપ્ટ લખાયેલી હતી : મનીષ દોશી

0
333

સુરત

કોગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપનાં કાવતરાં સામે આવ્યાં છે. કાયદાથી પાર જઈને ખેલ ખેલાયો છે. નિયમ આધારે કાર્યવાહી થઈ, તંત્ર દબાણ હેઠળ કામ કરે છે, તમામ લોકો જાણે છે. પહેલો ખેલ ઉમેદવાર અને ટેકેદારને ગુમ કરવાનો ખેલ્યો. સ્ટેમ્પ પેપર સહિતના દસ્તાવેજ અને નોટરી સહિત તમામ સ્ક્રિપ્ટ લખાયેલી હતી. ફોર્મ પરત ખેંચવાના દિવસે અપક્ષ ઉમેદવારો સાથે ગોઠવણ થઈ હતી. ખેંચતાણ થઈ અને પોલીસ સ્ટેશનમાં અપાયેલી અરજી ધ્યાનમાં ન લેવાઈ. આજે અપક્ષ ઉમેદવારની રજૂઆત બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે. ભાજપે બિનહરીફ વિજેતા થવાનો સિક્કો ચલાવ્યો છે. અનેક જગ્યાએ મળી રહેલા જનતાના મિજાજ અને જાકારો દેશ જુએ છે.

નુકસાન લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને એક બેઠક જવાથી નુકસાન થયું છે. કાર્યકરો પર પણ અસર આવે, પરંતુ ભાજપના હથકંડા બાદ મતદારોનો મિજાજ બદલાશે. આ લડાઈ લાંબી છે, અમને ખબર છે. ભાજપ કઈ હદે જઈ શકે છે એ અમે જોઈ લીધું. જે નુકસાન અમને થયું છે એનો જવાબ લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here