સુરતની સીટ ભારતના 400 પારના લક્ષ્યાંકમાં પહેલી જીત
સુરત
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસના ઉમેદવારનું અને તેના ડમી ઉમેદવાનું ફોર્મ રદ થયું હતું. ત્યાર પછી ભાજપના ઉમેદવાર અને અન્ય આઠ ઉમેદવાર હરીફાઈમાં હતા. આ આઠેઆઠ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લેતાં સુરત કલેક્ટર દ્વારા મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે જ ડ્રામા કર્યો. પહેલા આક્ષેપ કર્યો કે ઉમેદવારના ટેકેદારોનું અપહરણ થયું છે, ઉમેદવારે પોતે આ વાતનું ખંડન કર્યું, ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે પરિણામ સામે આવ્યું છે. સુરતની સીટ ભારતનો 400 પારનો લક્ષ્યાંક છે, એની આ પહેલી જીત છે. આ જીત નરેન્દ્રભાઈ મોદીસાહેબને અપર્ણ કરીએ છીએ, સાથેસાથે અમે અન્ય 25 સીટ છે એ અમે જીતીને 26એ 26 કમળ મોદીસાહેબને અર્પણ કરવાનાં છે.