L&Tના સહયોગથી ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે પાણીની વ્યવસ્થા કરાઈ

0
45

સુરત

લગભગ સવા કરોડના ખર્ચે ઓલપાડના ત્રણ ગામોમાં કંપનીની સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે ગામજનોને પાણીની ઉપલબ્ધતા કરાવવામાં આવી. કાર્યક્રમનું ઉદ્દઘાટન સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે એલ & ટી ના શ્રી અતિકભાઈ દેસાઈ તથા અન્ય અધિકારીઓ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી યોગેશભાઈ, મહામંત્રીઓ મનહરભાઈ,  કુલદીપભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઇ, ઉપપ્રમુખ જશુબેન, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો તથા પિંજરા, ડભારી, ભાંડુત, બરબોધન તથા આજુબાજુ ગામના સરપંચો હાજર રહ્યા હતા.