રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે વરસતા વરસાદમાં કાર્યકરો ઉમટી પડ્યાં

0
41

સુરત

માનહાનિના કેસમાં નિવેદન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી સુરત આવ્યાં હતાં. સુરતમાં રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે વરસતા વરસાદમાં કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. અમૂક કાર્યકરો રાહુલ બાબા માટે ગીફ્ટ લઈને આવ્યાં હતાં. રાહુલ બાબાને પોતાની ભેટ આપવા થનગનતા કાર્યકરો રસ્તા ઉભા હતા પરંતુ રાહુલ ગાંધીનો કાફલો એરપોર્ટથી સીધો કોર્ટ અને કોર્ટથી નીકળી સીધા એરપોર્ટથી રાહુલ ગાંધી દિલ્હી જવા નીકળી ગયા હતાં. જેથી કાર્યકરોની ગીફ્ટ તેમની પાસે જ રહિ જતા તેમને ધક્કો માથે પડ્યો હતો.

સુરતમાં એરપોર્ટથી કોર્ટ વચ્ચેના રસ્તામાં કોંગ્રેસના અલગ અલગ ઝોનના કાર્યકરો દ્વારા પોઈન્ટ બનાવીને કાર્યકરો ઉભા રહ્યાં હતાં. અગ્રણી કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું અદકેરું સ્વાગત કરવા માટે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમૂક કાર્યકરો રાહુલ ગાંધીને ભેટ આપવા માટે શ્રીકૃષ્ણના ફોટો સાથે પણ ઉભા રહ્યાં હતાં. ઘણી જગ્યા પર શંખનાદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, રાહુલ ગાંધી કોઈને પણ મળ્યા નહોતાં.