મૈકેફીના સંસ્થાપકે જેલમાં આપઘાત કર્યો

0
38

સ્પેન

સોફ્ટવેર ટાઇકૂન John McAfee મૃત મળી આવ્યા છે. John McAfeeએ જ પોપ્યુલર McAfee એન્ટી-વાયરસ બનાવ્યો હતો. તેઓ સ્પેનની જેલમાં કેદ હતા. રિપોર્ટ મુજબ જેલમાં જ તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ અંગે તેમણે એક વર્ષ પહેલાં જ એક ટ્વીટ પણ કર્યું હતું.

આ ટ્વીટ John McAfeeએ 15 ઓકટોબર 2020ના રોજ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે હું અહીં સંતુષ્ટ છું. મારી પાસે મિત્રો છે. જમવાનું પણ સારું છે. બધું બરાબર છે. એ જાણી લેશો કે જો હું પોતાને Epsteinની રીતે લટકાવી દઉં તો એમાં મારી કોઈ ભૂલ નહીં હોય.

Epsteinથી તેમનો અહીં અર્થ Jeffery Epstein સાથે હતો. Jeffery Epstein ને સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં જેલમાં કેદ કરવામાં આવેલા હતા. તેઓ જેલમાં મૃત મળી આવ્યા હતા. એક અહેવાલ મુજબ તેમણે આપઘાત કરી લીધો હતો.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, આપઘાતના કેટલાક કલાકો પહેલાં જ સ્પેનની કોર્ટે અમેરિકામાં તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી. ટેક્સ ચોરી અને છેતરપિંડીના કેસમાં તેઓ જેલમાં બંધ હતા. તેમના વકીલે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યુ હતું કે તેમની સામે લગાવાયેલા આરોપ સામે તેઓ કોર્ટમાં અપીલ કરી શકતા હતા, પરંતુ આ પહેલાં જ તેમણે આ પગલું ભરી દીધું.