ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચાંદખેડા અને પાલડી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ

0
39

અમદાવાદ

અમદાવાદના પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના બે નવા મકાનના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ કોર્પોરેટ ઓફિસને ટક્કર મારે તેવા છે. પોલીસ સ્ટેશનમાં લિફ્ટ,પાણીના કુલર,ફાયર સેફટી અને પાર્કિગની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં બાળકો માટે રમકડાં અને ઘોડિયાઘર પણ બનાવવામાં આવ્યું છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બંને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. જેથી પોલીસ અને સામાન્ય લોકોને થોડાક અંશે રાહત મળી શકે. આગામી દિવસોમાં શહેરમાં બીજા પોલીસ સ્ટેશનના નવીનીકરણ અને પોલીસ લાઈનના આધુનિકરણના કામ ચાલી રહ્યા છે.

પાલડી પોલીસ સ્ટેશન એ શહેરનું પહેલું એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેમાં લિફ્ટની સુવિધા છે. નાગરિક કેન્દ્રીત સુવિધાસભર પોલીસમથકથી સિનિયર સિટીઝન તેમ જ શારીરિક અશક્ત નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. જ્યારે ચાંદખેડાના નવનિર્મિત પોલીસ મથકમાં પોલીસીંગની સાથે નાગરિકને જરૂરી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. પાલડી પોલીસ મથક 2 કરોડ 12 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક 2 કરોડ 51 લાખના ખર્ચે તૈયાર થયું છે.

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આજે નવા મકનામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા એક રૂમ બાળકો અને મહિલા માટે બનવવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ઘોડીયા જેવી વ્યવસ્થા છે.જે ઘણે અંશે પોલીસ સ્ટેશનની ઇમેજથી અલગ છે પણ તે યોગ્ય ઉપયોગ થાય તો સારું તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.