કોર્ટે પૂછ્યું, તમે મોદી સમાજને ચોર કહ્યો?, હું એવું બોલ્યો નથી : રાહુલ ગાંધી

0
40

સુરત

કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા. આજની સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધી મને ખબર નથી..મને ખબર નથી…મને ખબર નથી….એવા એક જ જવાબ આપતા રહ્યાં હતાં.

રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગ્લોર નજીક એક જાહેર સભામાં તમામ મોદી અટક વાળા ચોર કેમ હોય છે? જે આ કેસમાં આજે રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટમાં હાજર થયા હતાં. ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને અલગ અલગ સવાલો કરવામાં આવ્યાં હતાં. જેમાં પૂછેલા તમામ પ્રશ્નો પૈકીના મહદ અંશે એક જ જવાબ આપ્યો હતો મને ખબર નથી.. મને ખબર નથી. હું રાષ્ટ્રીય રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધન કરું છું માટે તમામ જાહેર સભામાં હું શું બોલ્યો છું એવું મને સંપૂર્ણ યાદ નથી.

ફરિયાદી પક્ષે એક પેન ડ્રાઈવ અને બે સીડી રજૂ કરી હતી. ફરિયાદી પક્ષ દ્વારા તેનો વાંધો ઉઠાવવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, આ ઇલેક્ટ્રીક ગેજેટ હોવાથી તેનો ઉદભવ સ્થાન અને ઓથેન્ટીસીટી પૂરવાર થતી નથી. આ મુદ્દે બચાવપક્ષ દ્વારા પુરાવા અંગે બે સાહેદોને રજૂ કરવાના હતાં. પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધા હતા. જેને પગલે, ફરિયાદી પક્ષ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટમાં જો સ્ટે ન આવે તો આગામી 12 જુલાઈના દિવસે સુનાવણી હાથ ધરાશે.

રાહુલ ગાંધી એરપોર્ટ ખાતે કોંગ્રેસ સંગઠ ના અગ્રણી નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ નેતાઓ હાજર રહ્યાં હતાં. રાજ્યની સ્થિતિ અંગે તેમણે તાગ મેળવ્યો હતો. પ્રજાલક્ષી પ્રશ્નો અંગે પણ તેમણે ચર્ચાઓ કરી હતી. ગુજરાતના સંગઠન અંગે તેમણે જણાવ્યું કે, ટૂંક સમયની અંદર ગુજરાતના જનરલ સેક્રેટરીની નિમણૂંક કરવામાં આવશે. જનરલ સેક્રેટરી નિમણૂંક થયા બાદ પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાનો માર્ગ મોકળો થશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, શક્ય તેટલા ઝડપથી આપણે જનરલ સેક્રેટરીની નિમણૂક કરીશું.

રાહુલ ગાંધીએ નેતાઓ સાથે વાત કરતાં કહ્યું કે, અત્યારે જે પણ પ્રજાલક્ષી પ્રશ્નો છે, તે પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જવાનો સૌથી મહત્વપુર્ણ સમય છે. કોરોના સંક્રમણ કાળમાં જે પ્રકારે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની સ્થિતિ થઈ છે. તેમાં અનેક લોકોને મૂંઝવતા પ્રશ્નો છે.તેને વાચા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવું જરૂરી છે. બેઠકમાં હાજર તમામ નેતાઓને લોકોની વચ્ચે જઈને કામ કરવા માટે સૂચન કર્યું છે. કોરોના કાળ દરમિયાન લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તેમજ ગુજરાતનો ઉદ્યોગિક વર્ગ પણ નારાજ છે. લોકો આર્થિક ભીંસમાં સપડાયા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની સાથે જે પણ રીતે મદદરૂપ થઇ શકાય તે રીતે મદદરૂપ થવાની કામગીરીમાં લાગી જવા હાંકલ કરે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે સંગઠનને વધુ મજબૂત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે.