આણંદ – તારાપુર હાઈવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત, ૧૦ લોકોનાં મોત, ઇકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર જતાં હતાં

0
58

આણંદ

આણંદ – તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.

તારાપુર ના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલ અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિના મોત થયા ની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી છે.અકસ્માતના પગલે અહી ટ્રાફિક જામ થયેલ છે.ઘટના સ્થળે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનો ને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતા ગાડીમાં સવાર તમામ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.